Thursday, 13 February 2014

Years later the truth is going to seep into the earth as Sita

જે માણસ પોતાની ભૂલનો સ્વીકાર કરતો નથી તે કદી આગળ વધતો નથી. આપણાથી જે ભૂલ થાય તેને સ્વીકારતા શીખવું જોઇએ.

દિન ગયો વીતી હવે, એની નકામી યાદ કાં ?
જે હજુ આવી નથી એ, કાલની ફરીયાદ કાં ?
આમ ના એળે જવા દે, ખાસ ઘડીઓ આજની
સાર છોડીને અસારે થાય છે, બરબાદ કાં..
આ દુનિયામાં માણસને દુઃખી કરનાર કોઇ નથી. માણસ દુઃખી પોતાના સ્વભાવે કરીને થાય છે. જે દિવસો ચાલ્યા ગયા હોય એટલે કે, ભૂતકાળમાં જે ઘટનાઓ બની ગઇ હોય તેને યાદ કરવાથી શું અર્થ સરવાનો છે ?  વાગેલા ઘા ને વારંવાર ખોતરવાથી શું સુખ મળવાનું છે ? અને જે ઘટના ભવિષ્યમાં બનવાની છે તેની ચિંતા કરવાથી શું થવાનું છે ? એટલે કે, માણસે ભૂતકાળ અને ભવિષ્યને ભૂલી જઇને વર્તમાનમાં જીવન જીવવાની જરૃર છે. વર્તમાનમાં જે થઇ શકે તે સિધ્ધ કરવાનો પ્રયત્ન કરવો જોઇએ.
વેરઝેરની આપણે, ભુલી જઇએ વાતડી,
સ્નેહ અને સંપ વડે, આંજિએ સહુ આંખડી.
સંપ કરે હિંમત વધે, ઘટ ઘટ કે  મન રીસ,
થાય આંકને ફેરવે, ત્રેસઠના છત્રીસ.
જીવનમાં જો સુખી થવું હોય તો માણસે વેરઝેરને ભૂલી જવા જોઇએ કારણ કે, વેરઝેર નો કદી અંત આવતો નથી. દરેક સાથે સ્નેહ અને સંપની જ્યોત પ્રવજવલિત કરવી જોઇએ. જે સંપ રાખે છે તેનું સુખ બેવડાઇ છે એટલે કે વૃધ્ધિ પામે છે. જેમ કે, ૩૬ને ઉલટાવાથી ૬૩ બની જાય છે. જો સુખી થવું હોય તો સહુની સાથે હળી મળીને રહેવું.
જેના જીવનમાં મસ્તી નથી,એની ક્યાંય હસ્તી નથી,
હસતે હસતે જીંદગી પસાર કરવી, એ ક્યાંય સસ્તી નથી.
ભગવાને આપણને અણમોલ મનુષ્ય જન્મ આપ્યો છે તો તેને આનંદથી પસાર કરવો. મુખ આપણું એવું જોઇએ કે, સામે જોનાર વ્યક્તિને તેનો દિવસ સારો જાય તેવી પ્રતીતિ થાય. નહી કે, આપણું મુખ જોઇને કોઇને અપશુકન થયા હોય તેવું લાગે. જેના જીવનમાં મસ્તી નથી હોતી તેની ક્યાંય કોઇ ગણતરી થતી નથી. પરંતુ હસતાં-હસતાં જીંદગી પસાર કરવી એ કાંઇ વાત સસ્તી નથી. કારણ કે, જીવનમાં સુખ પછી દુઃખ આવે છે. જેમ ભરતી પછી ઓટ આવે છે. દિવસ પછી રાત્રી આવે છે. તેવી રીતે જીવનમાં સુખ- દુઃખ આવ્યા જ કરે છે. તેવા સમયમાં જેને ભગવાનનું બળ હોય છે તે જ માણસ જીંદગી હસતાં- હસતાં પસાર કરી શકે છે.
કોણ ભલાને પૂછે છે, અહી કોણ બૂરાને પૂછે છે,
મતલબથી બધાને નિસ્મત છે, અહી કોણ ખરાને પૂછે છે,
અત્તરને નીચોવી કોણ, પછી ફૂલોની દશાને પૂછે છે,
સંજોગ ઝૂકાવે છે નહી તો, અહી કોણ ખુદાને પૂછે છે ?
આ સંસાર સ્વાર્થમય છે.  જ્યાં સુધી માણસમાં કસ હોય છે ત્યાં સુધી જ લોકોને આપણામાં રસ હોય છે. જ્યાં સુધી સ્વાર્થ સરતો હોય ત્યાં સુધી માણસ બધાને સારો લાગે છે. બાકી તો જેમ ફૂલોને નીચોવી નાંખ્યા પછી ફૂલોને જેમ ફેંકી દેવામાં આવે છે. તેમ માણસને પણ પોતાના સ્વાર્થ ખાતર નીચોવીને તેમાંથી કસ કાઢીને ફેંકી જ દેવામાં આવે છે.  આ એક સંસારનું સત્ય છે. અને જ્યારે માણસને આ સત્ય સમજાય છે. ત્યારે જ તે ભગવાનને શરણે જાય છે. ત્યાં સુધી તે ભગવાનને શરણે જતો નથી. આ સત્યને આપણે જેટલું વ્હેલું સમજી લઇએ તેમાં જ આપણું હિત છે.
અસાર આ સંસારમાં, સુખ નથી લવ લેશ,
સ્વામિનારાયણ ભજીને, પામીયે સુખ વિશેષ.
જે સારી રીતે હાથમાંથી સરકી જાય તેને સંસાર કહેવાય છે. આ અસંસાર-સંસારમાં શાશ્વત સુખ મળે તેમ છે ? હા, જો ધૂળને પીલવાથી તેલ મળે ? તો પાણીને વલોવાથી માખણ મળે ? તો શું આકાશને ચાટવાથી પેટ ભરાય ? તો સંસારમાંથી શું સુખ મળે ? એ કોઇ વાતમાં તથ્ય નથી. સુખ તો શ્રી સ્વામિનારાયણ ભગવાનના ચરણકમળમાં છે. તે સુખ તેમની શરણાગતિ પ્રાપ્ત કરીએ તો મળે તેમ છે. બાકી, તો રંકથી માંડીને રાજા સુધી કોઇ સુખી નથી.
કર્તવ્યના સ્વીકારમાં, ભીતિ કદી કરવી નહિ,
દુર્જનતણા સહવાસમાં, નીતિ કદી ત્યજવી નહિ,
નિંદા કરે ખોટા જનો, તેથી કદી ડરવું નહિ,
ધારેલ સત્ય વિચારથી, પાછા કદી ફરવું નહિ.
મોટા ભાગના માણસોનો સ્વભાવ હોય છે. સારું કર્યું તો મેં કર્યું, ખરાબ કર્યું તો બીજાએ કર્યુ એટલે કે માણસ પોતાની ભૂલને સ્વીકારવા તૈયાર જ થતો નથી. પરંતુ જે માણસ પોતાની ભૂલનો સ્વીકાર કરતો નથી તે કદી આગળ વધતો નથી. આપણાથી જે ભૂલ થાય તેને સ્વીકારતા શીખવું જોઇએ. આજના આ સમયમાં ભ્રષ્ટાચાર ફાલ્યો ફૂલ્યો છે. પૈસા અને સ્ત્રીને દેખીને ભલ ભલાનું મન ડોલવા લાગે છે. માટે આપણે કોઇના સંગમાં આવીને નીતિમત્તાનો ત્યાગ ન કરવો, અને આપણે જે સત્યનો માર્ગ પકડયો હોય તેને ગમે તેટલા દુઃખ આવે કે, લોકો નિંદા કરે તો પણ તે માર્ગનો ત્યાગ કરવો જોઇએ નહી. લોકો નિંદા પણ એવા માણસોની કરે છે જેમાં કાંઇક દમ હોય. સામાન્ય માણસની સામે કોઇને જોવાનો સમય પણ ક્યાં છે ? માટે આપણે જે સત્યનો માર્ગ પકડયો છે. તેનાથી ચલાયમાન થવું જોઇએ નહિ, કારણ કે, સત્યનો જ હમેશા વિજય થાય છે.

Friday, 6 September 2013


જ્યોતિર્લિંગ કયારે પ્રકટ થયું ?
- મનુષ્યને જે તત્વમાંથી ઈશ્વર દેખાય તે તમારા ઈશ્વર છે. સર્વસ્વ છે. આટલું સમજાશે તો જરૂર આકાર-નિરાકાર કોઈ રૂપમાં ઈશ્વર મળશે.

પૃથ્વીનું નિર્માણ, સૃષ્ટિની રચના ભગવાન વિરાટ વિશ્વકર્માએ કરી છે. પૃથ્વીની રચનાનું કાર્ય બ્રહ્માજીને સોંપવામાં આવ્યું. પૃથ્વી પરમાં વર્ણ વિવાદનું કાર્ય બ્રહ્માજીને સોંપવામાં આવ્યું, પણ બ્રહ્માં વિષ્ણુ બંનેમાં શક્તિ શાળીને મોટું કોણ ? તે બન્ને વચ્ચે વર્ષોથી વાદ વિવાદ શાંત થતો ન હતો. એક વખત તે વિવાદે મોટું સ્વરૂપ ધારણ કર્યું.
શ્રી વિષ્ણુ કહે ઃ મે જ સર્વ પ્રાણી, પશુ, પંખી કીટ દેવતા, મનુષ્ય દૈત્ય સર્વને બુઘ્ધિ તથા તામસનું નિર્માણ કર્યું છે. તે પ્રમાણે માયાથી પાંચ તન માત્રાઓ મન ઈન્દ્રિય આકાશ વગેરે પાંચ મહાભૂતોની સૃષ્ટિ મારી રચેલ છે. તેથી તમારાથી હું મોટો છું. અને મહાન (મોટો) છું. આમ બન્નેમાં રજો ગુણ વધવાથી બન્ને શત્રુ હોય તેમ લડી પડ્યા. જાણે જગતનો પ્રલય કરવો હોય તેમ લડવા લાગ્યા. સહુ પ્રથમ અને મોટા થવા અતિ ભીષણ બન્ને વચ્ચે રોમાંચકારી સંગ્રામ થયું.
વિષ્ણુ- બ્રહ્માજીની લડાય બંધ કરવા બન્નેની હાથ છુટી લડાઈ વચ્ચે એક અલૌકિક ચમકારામાં સર્વની આંખોની રોશની અજાય ગઈ સૂર્ય સમ પ્રકાશવાન જવાળા વિસ્તાર પામી જવાળા ખરી પણ લાંબી જેનો અંત ન આવે તેવી લંિગ આકારની જાણ સકલ બ્રહ્માંડ બાળી ભસ્મ કરવું હોય. તેમ પ્રકટ થઈ. જવાળા આકાર બાળી નાખવા જાણે પ્રકટ થાય. લંિગમાં અગન જ્વાળાઓ હતી. અતુલ્યય, અવર્ણનિય અવ્યક્ત તથા વિશ્વનું ઉત્પત્તિ ઉત્પન્ન કરતા રૂપ હતું.
ૠષિઓને લંિગ ઉત્પત્તિની વાત કરતા બ્રહ્માજી કહે છે- આ લંિગ આકાર જ્યોતિ જોય હું તથા વિષ્ણુ જ્યોતિ પર મોહિત થઈ ગયાં. તેથી લડવું અમે બંધ કર્યું.
વિષ્ણુ કહે ઃ આ બ્રહ્માંડમાં જેનો ઉપર નીચ્ચે અંત જોવામાં આવતો નથી. પણ આ ઔચીતાનું શું કૌતક થયું તેનો અંત આપણે મેળવવો પડશે.
વિષ્ણુ કહે ઃ બ્રહ્માજી, હું આ લંિગમાં નીચ્ચે જાઉ. તમો ઉપર જાઓ તમો ઉપરનો છેડો કેટલો છે ? તે માપ કરી આવો. આ અગ્નિ સ્તંભનો ઉપરનો જલ્દી પતો મેળવો. અને હું નીચ્ચેનો છેડો મેળવું. આમ કહી, શ્રીવિષ્ણુ વરાહનું રૂપ લીઘું. અને બ્રહ્માજીએ તુરંત હંસ રૂપ લીઘું. તે સમયથી વિષ્ણુ બ્રહ્માજીને ‘‘હંસ’’ કહે છે. બ્રહ્માજી આ વાત દેવતાઓને કહેતા કહે છે જો કોઈ મારા આ ‘હંસ’ નામનું રટણ કરે છે, તે ‘હંસ તત્વ’ પ્રાપ્ત કરે છે. પણ કાળા વરાહતા રૂપમાં વેગથી ઉપર ગયા. વિષ્ણુ લંિગના છેડાને અંત લેવા એક હજાર વર્ષ ચાલતા રક્ષ્યાં પણ લંિગનો છેડો ન આવ્યો. વિષ્ણુ બ્રહ્માંડોના બ્રહ્માંડો જોતા રહ્યાં પણ લંિગનો અંત ન આવ્યો. આ તરફ શત્રુ ઉપર દમન કરવાની શક્તિ ધરાવતાં હંસ રૂપથી વેગવાન બ્રહ્માં પણ એક હજાર વર્ષ ઉપર ઉડી અંત ન મળતા પાછા આવ્યાં બ્રહ્માં થાકીને પાછા આવ્યાં. (અહંિ ઘણા કેવડાનું પુષ્પ મળ્યુ તેવી વાત કહે છે. પણ લંિગ પુરાણમાં આ કથા જોવા મળતી નથી.)
‘‘વિરાટ વિશ્વકર્મા મહાપુરાણ’’માં કહ્યું છે, ‘‘જગતમાં સહુથી શ્રેષ્ઠ ગુણાનું રાગી, ઉંચા-નીચા અંત વગરના ભગવાનની શોધમાં પડશો નહિ. મનુષ્યને જે તત્વમાંથી ઈશ્વર દેખાય તે તમારા ઈશ્વર છે. સર્વસ્વ છે. આટલું સમજાશે તો જરૂર આકાર-નિરાકાર કોઈ રૂપમાં ઈશ્વર મળશે.’’ દેવતાઓને બ્રહ્માજી એ વાત કહી હતી. અમો અમોને એકબીજાથી મોટા માનતા હતા. પણ જ્યોતિ લંિગ અમારી વચ્ચે પ્રકટ થઈ હું તથા વિષ્ણુ તેનો છેડો ન શોધી શક્યા. તે જ્યોતિ લંિગમાંથી ભગવાન શંકર પ્રકટ થયાં ત્યારે અમોને સમજાયું શિવજી સહુથી મોટા છે, તેનું જ્યોતિ સ્વરૂપ તેજ લંિગ સ્વરૂપ છે, નિરાકાર સ્વરૂપ છે અને સાકાર સ્વરૂપ છે. દેવતાઓ, પેલી જ્યોતિના જવાળામાંથી આવાજ સંભળાયો ઘ્વની હતો, ‘‘ઓમ, ઓમ’’ એવો હતો. તેના મઘ્યમાં શબ્દ ‘નાદ’ સંભળાવો ચાલુ હતો. ‘ઔમ, ઔમ, આકાર’ ‘‘ઉકાર’’ તથા ‘મકાર’ રૂપ અર્ધ માત્રાવાળો ‘‘પ્રણવ નાદ’’ કહેવાય છે. ઓમ, નમઃ ૐ નમઃ મકાર રૂપ ભગવાન શિવ બીજવાન અકાર રૂપ બ્રહ્મા બીજ તથા આકારરૂપ, પ્રધાન પુરૂષેશ્વર વિષ્ણુ યોની કહે છે. અને ભગવાન શિવ પોતે જ બીજી, બીજ તથા યોનિ એમ ત્રણે છે.
‘‘ૐ’’ પ્રણવનો અર્થ છે. ‘‘પ્ર’’ એટલે ‘‘પ્રકૃત્તિ’’ નવ એટલે ‘‘નાવ’’ સંસાર રૂપી સમુદ્રમાં તરવાનું ‘‘નાવ’’ સદાશિવ એટલે ‘‘નિગુણ’’, ‘‘નિરાકાર’’ શિવ રૂપ શિવમાંથી ત્રણ રૂપ પ્રકટ થયા. ડાબા અંગમાંથી વિષ્ણુ જમણા અંગમાંથી બ્રહ્માજી પ્રકટ થયા. અને હૃદયમાંથી ‘‘રૂદ્ર’’ પ્રકટ્યા. ત્યારે વિશ્વકર્માએ સૃષ્ટિનું નિર્માણ કર્યું. બ્રહ્માજીએ સૃષ્ટિની રચના કરી. તેમાં મંત્રસૃષ્ટિને કારણે મંત્રથી સપ્ત ૠષિઓ અને દક્ષ પ્રકટ થયા.
અથર્વશિર ઉપનિષદમાં લખ્યું છે.
રૂદ્ર (શિવ) દેવે કહ્યું છે સૌની પહેલા હું એક હતો હમણા પણ હુ એક જ છું. ભવિષ્યમાં પણ હું એક જ હોઈસ મારાથી જુદો બીજો કઈ નથી.
જવાળા (જ્યોતિ) રૂપ આ શિવલંિગ સર્વને પૂજવાને યોગ્ય છે. જે શક્તિ શિવમાં છે તેજ શક્તિ વિષ્ણુમાં છે, તે શક્તિ બ્રહ્માજીમાં છે, અને તેજ શક્તિ વિરાટ વિશ્વકર્મામાં છે. તેથી કોઈને ઉચો-નીચો ન કહેતા, પરમાત્મા એજ સર્વ શક્તિ છે.
d

https://www.facebook.com/hindu.meghwalmumbai

Friday, 1 February 2013

veer meghmaya
Veer meghamaya
Siromani meghaval of Hindu society., Who sacrifices his body for the honor society.
This event is made ​​up of thousands of years ago. It as you would in my next blog.