Friday, 6 September 2013


જ્યોતિર્લિંગ કયારે પ્રકટ થયું ?
- મનુષ્યને જે તત્વમાંથી ઈશ્વર દેખાય તે તમારા ઈશ્વર છે. સર્વસ્વ છે. આટલું સમજાશે તો જરૂર આકાર-નિરાકાર કોઈ રૂપમાં ઈશ્વર મળશે.

પૃથ્વીનું નિર્માણ, સૃષ્ટિની રચના ભગવાન વિરાટ વિશ્વકર્માએ કરી છે. પૃથ્વીની રચનાનું કાર્ય બ્રહ્માજીને સોંપવામાં આવ્યું. પૃથ્વી પરમાં વર્ણ વિવાદનું કાર્ય બ્રહ્માજીને સોંપવામાં આવ્યું, પણ બ્રહ્માં વિષ્ણુ બંનેમાં શક્તિ શાળીને મોટું કોણ ? તે બન્ને વચ્ચે વર્ષોથી વાદ વિવાદ શાંત થતો ન હતો. એક વખત તે વિવાદે મોટું સ્વરૂપ ધારણ કર્યું.
શ્રી વિષ્ણુ કહે ઃ મે જ સર્વ પ્રાણી, પશુ, પંખી કીટ દેવતા, મનુષ્ય દૈત્ય સર્વને બુઘ્ધિ તથા તામસનું નિર્માણ કર્યું છે. તે પ્રમાણે માયાથી પાંચ તન માત્રાઓ મન ઈન્દ્રિય આકાશ વગેરે પાંચ મહાભૂતોની સૃષ્ટિ મારી રચેલ છે. તેથી તમારાથી હું મોટો છું. અને મહાન (મોટો) છું. આમ બન્નેમાં રજો ગુણ વધવાથી બન્ને શત્રુ હોય તેમ લડી પડ્યા. જાણે જગતનો પ્રલય કરવો હોય તેમ લડવા લાગ્યા. સહુ પ્રથમ અને મોટા થવા અતિ ભીષણ બન્ને વચ્ચે રોમાંચકારી સંગ્રામ થયું.
વિષ્ણુ- બ્રહ્માજીની લડાય બંધ કરવા બન્નેની હાથ છુટી લડાઈ વચ્ચે એક અલૌકિક ચમકારામાં સર્વની આંખોની રોશની અજાય ગઈ સૂર્ય સમ પ્રકાશવાન જવાળા વિસ્તાર પામી જવાળા ખરી પણ લાંબી જેનો અંત ન આવે તેવી લંિગ આકારની જાણ સકલ બ્રહ્માંડ બાળી ભસ્મ કરવું હોય. તેમ પ્રકટ થઈ. જવાળા આકાર બાળી નાખવા જાણે પ્રકટ થાય. લંિગમાં અગન જ્વાળાઓ હતી. અતુલ્યય, અવર્ણનિય અવ્યક્ત તથા વિશ્વનું ઉત્પત્તિ ઉત્પન્ન કરતા રૂપ હતું.
ૠષિઓને લંિગ ઉત્પત્તિની વાત કરતા બ્રહ્માજી કહે છે- આ લંિગ આકાર જ્યોતિ જોય હું તથા વિષ્ણુ જ્યોતિ પર મોહિત થઈ ગયાં. તેથી લડવું અમે બંધ કર્યું.
વિષ્ણુ કહે ઃ આ બ્રહ્માંડમાં જેનો ઉપર નીચ્ચે અંત જોવામાં આવતો નથી. પણ આ ઔચીતાનું શું કૌતક થયું તેનો અંત આપણે મેળવવો પડશે.
વિષ્ણુ કહે ઃ બ્રહ્માજી, હું આ લંિગમાં નીચ્ચે જાઉ. તમો ઉપર જાઓ તમો ઉપરનો છેડો કેટલો છે ? તે માપ કરી આવો. આ અગ્નિ સ્તંભનો ઉપરનો જલ્દી પતો મેળવો. અને હું નીચ્ચેનો છેડો મેળવું. આમ કહી, શ્રીવિષ્ણુ વરાહનું રૂપ લીઘું. અને બ્રહ્માજીએ તુરંત હંસ રૂપ લીઘું. તે સમયથી વિષ્ણુ બ્રહ્માજીને ‘‘હંસ’’ કહે છે. બ્રહ્માજી આ વાત દેવતાઓને કહેતા કહે છે જો કોઈ મારા આ ‘હંસ’ નામનું રટણ કરે છે, તે ‘હંસ તત્વ’ પ્રાપ્ત કરે છે. પણ કાળા વરાહતા રૂપમાં વેગથી ઉપર ગયા. વિષ્ણુ લંિગના છેડાને અંત લેવા એક હજાર વર્ષ ચાલતા રક્ષ્યાં પણ લંિગનો છેડો ન આવ્યો. વિષ્ણુ બ્રહ્માંડોના બ્રહ્માંડો જોતા રહ્યાં પણ લંિગનો અંત ન આવ્યો. આ તરફ શત્રુ ઉપર દમન કરવાની શક્તિ ધરાવતાં હંસ રૂપથી વેગવાન બ્રહ્માં પણ એક હજાર વર્ષ ઉપર ઉડી અંત ન મળતા પાછા આવ્યાં બ્રહ્માં થાકીને પાછા આવ્યાં. (અહંિ ઘણા કેવડાનું પુષ્પ મળ્યુ તેવી વાત કહે છે. પણ લંિગ પુરાણમાં આ કથા જોવા મળતી નથી.)
‘‘વિરાટ વિશ્વકર્મા મહાપુરાણ’’માં કહ્યું છે, ‘‘જગતમાં સહુથી શ્રેષ્ઠ ગુણાનું રાગી, ઉંચા-નીચા અંત વગરના ભગવાનની શોધમાં પડશો નહિ. મનુષ્યને જે તત્વમાંથી ઈશ્વર દેખાય તે તમારા ઈશ્વર છે. સર્વસ્વ છે. આટલું સમજાશે તો જરૂર આકાર-નિરાકાર કોઈ રૂપમાં ઈશ્વર મળશે.’’ દેવતાઓને બ્રહ્માજી એ વાત કહી હતી. અમો અમોને એકબીજાથી મોટા માનતા હતા. પણ જ્યોતિ લંિગ અમારી વચ્ચે પ્રકટ થઈ હું તથા વિષ્ણુ તેનો છેડો ન શોધી શક્યા. તે જ્યોતિ લંિગમાંથી ભગવાન શંકર પ્રકટ થયાં ત્યારે અમોને સમજાયું શિવજી સહુથી મોટા છે, તેનું જ્યોતિ સ્વરૂપ તેજ લંિગ સ્વરૂપ છે, નિરાકાર સ્વરૂપ છે અને સાકાર સ્વરૂપ છે. દેવતાઓ, પેલી જ્યોતિના જવાળામાંથી આવાજ સંભળાયો ઘ્વની હતો, ‘‘ઓમ, ઓમ’’ એવો હતો. તેના મઘ્યમાં શબ્દ ‘નાદ’ સંભળાવો ચાલુ હતો. ‘ઔમ, ઔમ, આકાર’ ‘‘ઉકાર’’ તથા ‘મકાર’ રૂપ અર્ધ માત્રાવાળો ‘‘પ્રણવ નાદ’’ કહેવાય છે. ઓમ, નમઃ ૐ નમઃ મકાર રૂપ ભગવાન શિવ બીજવાન અકાર રૂપ બ્રહ્મા બીજ તથા આકારરૂપ, પ્રધાન પુરૂષેશ્વર વિષ્ણુ યોની કહે છે. અને ભગવાન શિવ પોતે જ બીજી, બીજ તથા યોનિ એમ ત્રણે છે.
‘‘ૐ’’ પ્રણવનો અર્થ છે. ‘‘પ્ર’’ એટલે ‘‘પ્રકૃત્તિ’’ નવ એટલે ‘‘નાવ’’ સંસાર રૂપી સમુદ્રમાં તરવાનું ‘‘નાવ’’ સદાશિવ એટલે ‘‘નિગુણ’’, ‘‘નિરાકાર’’ શિવ રૂપ શિવમાંથી ત્રણ રૂપ પ્રકટ થયા. ડાબા અંગમાંથી વિષ્ણુ જમણા અંગમાંથી બ્રહ્માજી પ્રકટ થયા. અને હૃદયમાંથી ‘‘રૂદ્ર’’ પ્રકટ્યા. ત્યારે વિશ્વકર્માએ સૃષ્ટિનું નિર્માણ કર્યું. બ્રહ્માજીએ સૃષ્ટિની રચના કરી. તેમાં મંત્રસૃષ્ટિને કારણે મંત્રથી સપ્ત ૠષિઓ અને દક્ષ પ્રકટ થયા.
અથર્વશિર ઉપનિષદમાં લખ્યું છે.
રૂદ્ર (શિવ) દેવે કહ્યું છે સૌની પહેલા હું એક હતો હમણા પણ હુ એક જ છું. ભવિષ્યમાં પણ હું એક જ હોઈસ મારાથી જુદો બીજો કઈ નથી.
જવાળા (જ્યોતિ) રૂપ આ શિવલંિગ સર્વને પૂજવાને યોગ્ય છે. જે શક્તિ શિવમાં છે તેજ શક્તિ વિષ્ણુમાં છે, તે શક્તિ બ્રહ્માજીમાં છે, અને તેજ શક્તિ વિરાટ વિશ્વકર્મામાં છે. તેથી કોઈને ઉચો-નીચો ન કહેતા, પરમાત્મા એજ સર્વ શક્તિ છે.
d

No comments:

Post a Comment