Years later the truth is going to seep into the earth as Sita
જે માણસ પોતાની ભૂલનો સ્વીકાર કરતો નથી તે કદી આગળ વધતો નથી. આપણાથી જે ભૂલ થાય તેને સ્વીકારતા શીખવું જોઇએ.
દિન ગયો વીતી હવે, એની નકામી યાદ કાં ?
જે હજુ આવી નથી એ, કાલની ફરીયાદ કાં ?
આમ ના એળે જવા દે, ખાસ ઘડીઓ આજની
સાર છોડીને અસારે થાય છે, બરબાદ કાં..
આ દુનિયામાં માણસને દુઃખી કરનાર કોઇ નથી. માણસ દુઃખી પોતાના સ્વભાવે કરીને થાય છે. જે દિવસો ચાલ્યા ગયા હોય એટલે કે, ભૂતકાળમાં જે ઘટનાઓ બની ગઇ હોય તેને યાદ કરવાથી શું અર્થ સરવાનો છે ? વાગેલા ઘા ને વારંવાર ખોતરવાથી શું સુખ મળવાનું છે ? અને જે ઘટના ભવિષ્યમાં બનવાની છે તેની ચિંતા કરવાથી શું થવાનું છે ? એટલે કે, માણસે ભૂતકાળ અને ભવિષ્યને ભૂલી જઇને વર્તમાનમાં જીવન જીવવાની જરૃર છે. વર્તમાનમાં જે થઇ શકે તે સિધ્ધ કરવાનો પ્રયત્ન કરવો જોઇએ.
વેરઝેરની આપણે, ભુલી જઇએ વાતડી,
સ્નેહ અને સંપ વડે, આંજિએ સહુ આંખડી.
સંપ કરે હિંમત વધે, ઘટ ઘટ કે મન રીસ,
થાય આંકને ફેરવે, ત્રેસઠના છત્રીસ.
જીવનમાં જો સુખી થવું હોય તો માણસે વેરઝેરને ભૂલી જવા જોઇએ કારણ કે, વેરઝેર નો કદી અંત આવતો નથી. દરેક સાથે સ્નેહ અને સંપની જ્યોત પ્રવજવલિત કરવી જોઇએ. જે સંપ રાખે છે તેનું સુખ બેવડાઇ છે એટલે કે વૃધ્ધિ પામે છે. જેમ કે, ૩૬ને ઉલટાવાથી ૬૩ બની જાય છે. જો સુખી થવું હોય તો સહુની સાથે હળી મળીને રહેવું.
જેના જીવનમાં મસ્તી નથી,એની ક્યાંય હસ્તી નથી,
હસતે હસતે જીંદગી પસાર કરવી, એ ક્યાંય સસ્તી નથી.
ભગવાને આપણને અણમોલ મનુષ્ય જન્મ આપ્યો છે તો તેને આનંદથી પસાર કરવો. મુખ આપણું એવું જોઇએ કે, સામે જોનાર વ્યક્તિને તેનો દિવસ સારો જાય તેવી પ્રતીતિ થાય. નહી કે, આપણું મુખ જોઇને કોઇને અપશુકન થયા હોય તેવું લાગે. જેના જીવનમાં મસ્તી નથી હોતી તેની ક્યાંય કોઇ ગણતરી થતી નથી. પરંતુ હસતાં-હસતાં જીંદગી પસાર કરવી એ કાંઇ વાત સસ્તી નથી. કારણ કે, જીવનમાં સુખ પછી દુઃખ આવે છે. જેમ ભરતી પછી ઓટ આવે છે. દિવસ પછી રાત્રી આવે છે. તેવી રીતે જીવનમાં સુખ- દુઃખ આવ્યા જ કરે છે. તેવા સમયમાં જેને ભગવાનનું બળ હોય છે તે જ માણસ જીંદગી હસતાં- હસતાં પસાર કરી શકે છે.
કોણ ભલાને પૂછે છે, અહી કોણ બૂરાને પૂછે છે,
મતલબથી બધાને નિસ્મત છે, અહી કોણ ખરાને પૂછે છે,
અત્તરને નીચોવી કોણ, પછી ફૂલોની દશાને પૂછે છે,
સંજોગ ઝૂકાવે છે નહી તો, અહી કોણ ખુદાને પૂછે છે ?
આ સંસાર સ્વાર્થમય છે. જ્યાં સુધી માણસમાં કસ હોય છે ત્યાં સુધી જ લોકોને આપણામાં રસ હોય છે. જ્યાં સુધી સ્વાર્થ સરતો હોય ત્યાં સુધી માણસ બધાને સારો લાગે છે. બાકી તો જેમ ફૂલોને નીચોવી નાંખ્યા પછી ફૂલોને જેમ ફેંકી દેવામાં આવે છે. તેમ માણસને પણ પોતાના સ્વાર્થ ખાતર નીચોવીને તેમાંથી કસ કાઢીને ફેંકી જ દેવામાં આવે છે. આ એક સંસારનું સત્ય છે. અને જ્યારે માણસને આ સત્ય સમજાય છે. ત્યારે જ તે ભગવાનને શરણે જાય છે. ત્યાં સુધી તે ભગવાનને શરણે જતો નથી. આ સત્યને આપણે જેટલું વ્હેલું સમજી લઇએ તેમાં જ આપણું હિત છે.
અસાર આ સંસારમાં, સુખ નથી લવ લેશ,
સ્વામિનારાયણ ભજીને, પામીયે સુખ વિશેષ.
જે સારી રીતે હાથમાંથી સરકી જાય તેને સંસાર કહેવાય છે. આ અસંસાર-સંસારમાં શાશ્વત સુખ મળે તેમ છે ? હા, જો ધૂળને પીલવાથી તેલ મળે ? તો પાણીને વલોવાથી માખણ મળે ? તો શું આકાશને ચાટવાથી પેટ ભરાય ? તો સંસારમાંથી શું સુખ મળે ? એ કોઇ વાતમાં તથ્ય નથી. સુખ તો શ્રી સ્વામિનારાયણ ભગવાનના ચરણકમળમાં છે. તે સુખ તેમની શરણાગતિ પ્રાપ્ત કરીએ તો મળે તેમ છે. બાકી, તો રંકથી માંડીને રાજા સુધી કોઇ સુખી નથી.
કર્તવ્યના સ્વીકારમાં, ભીતિ કદી કરવી નહિ,
દુર્જનતણા સહવાસમાં, નીતિ કદી ત્યજવી નહિ,
નિંદા કરે ખોટા જનો, તેથી કદી ડરવું નહિ,
ધારેલ સત્ય વિચારથી, પાછા કદી ફરવું નહિ.
મોટા ભાગના માણસોનો સ્વભાવ હોય છે. સારું કર્યું તો મેં કર્યું, ખરાબ કર્યું તો બીજાએ કર્યુ એટલે કે માણસ પોતાની ભૂલને સ્વીકારવા તૈયાર જ થતો નથી. પરંતુ જે માણસ પોતાની ભૂલનો સ્વીકાર કરતો નથી તે કદી આગળ વધતો નથી. આપણાથી જે ભૂલ થાય તેને સ્વીકારતા શીખવું જોઇએ. આજના આ સમયમાં ભ્રષ્ટાચાર ફાલ્યો ફૂલ્યો છે. પૈસા અને સ્ત્રીને દેખીને ભલ ભલાનું મન ડોલવા લાગે છે. માટે આપણે કોઇના સંગમાં આવીને નીતિમત્તાનો ત્યાગ ન કરવો, અને આપણે જે સત્યનો માર્ગ પકડયો હોય તેને ગમે તેટલા દુઃખ આવે કે, લોકો નિંદા કરે તો પણ તે માર્ગનો ત્યાગ કરવો જોઇએ નહી. લોકો નિંદા પણ એવા માણસોની કરે છે જેમાં કાંઇક દમ હોય. સામાન્ય માણસની સામે કોઇને જોવાનો સમય પણ ક્યાં છે ? માટે આપણે જે સત્યનો માર્ગ પકડયો છે. તેનાથી ચલાયમાન થવું જોઇએ નહિ, કારણ કે, સત્યનો જ હમેશા વિજય થાય છે.

No comments:
Post a Comment